ગાંધીધામ: આયુષ્માન કાર્ડથી ગાંધીધામના વૃદ્ધને મળ્યું નવજીવન
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયુષ્માન ભારત PM-JAY યોજનાથી ગાંધીધામના રાજેશભાઈ શર્માને હાર્ટ એટેક બાદ નિઃશુલ્ક સારવારનો લાભ મળ્યો. ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ઓપરેશનનો ખર્ચ સામે પરિવાર મુશ્કેલીમાં હતો. રામબાગ હોસ્પિટલ ખાતે તાત્કાલિક આયુષ્માન કાર્ડ બનાવી રીફરલ કરાયા બાદ ખાનગી હોસ્પિટલમાં તેમનું નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું. સારવાર બાદ રાજેશભાઈ સ્વસ્થ થતાં પરિવારજનોએ સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો.