માંડવી: માંડવી તાલુકામાં ૪ લાખ કિલોથી વધુ ઘાસનું વિતરણ, પશુપાલકોને રાહત
Mandvi, Kutch | Sep 11, 2026 માંડવી તાલુકામાં વિલંબિત વરસાદ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને અત્યારસુધી ૪ લાખ કિલોથી વધુ ઘાસનું વિતરણ કરાયું છે. ૯૦ ગામોને આવરી લેતા ૧૦ ડેપો પરથી ઘાસ વિતરણની કામગીરી ચાલી રહી છે. ૧,૪૦,૦૮૯ પશુધન માટે અત્યારસુધી ૫,૩૦૦ ઘાસકાર્ડ ઈશ્યુ થયા છે. સરકાર દ્વારા ઉચ્ચ ગુણવત્તાનું ઘાસ માત્ર રૂ.૨ પ્રતિ કિલોના ભાવે અપાતાં પશુપાલકોને મોટી રાહત મળી રહી છે.