અંજાર: અંજાર સહિત કચ્છના ત્રણ તાલુકામાં ફૂડ સેફ્ટી વિભાગની તપાસ, ફાફડા-જલેબી સહિત 60 નમૂના લેવાયા
Anjar, Kutch | Oct 19, 2026 અંજાર/કચ્છ: તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે FDCA ભુજ-કચ્છ દ્વારા અંજાર, મુંદ્રા અને ભુજમાં ફરસાણ તથા મીઠાઈની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.ફૂડ સેફ્ટી ઓફિસર એસ.બી. પટેલ અને એમ.એમ. પટેલ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન ફાફડા, જલેબી, ગાંઠિયા, સેવ, બુંદી, લાડુ સહિતના વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 60 નમૂના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.