હાલોલ: હાલોલમાં રખડતા ઢોરોનો ત્રાસ, નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું, ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરાઈ
હાલોલ શહેરમાં લાંબા સમયથી રસ્તાઓ પર આડેધડ રખડતા ઢોરોના ત્રાસથી નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. આ સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈને આખરે હાલોલ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને શહેરમાં રખડતા ઢોરોને પકડવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.