અંજાર: યોગેશ્વર ચાર રસ્તા પાસે ટ્રકમાં લાગેલી આગ પર ફાયર વિભાગે સમયસર કાબૂ મેળવ્યો
Anjar, Kutch | Oct 18, 2026 અંજારના યોગેશ્વર ચાર રસ્તા પાસે આવેલા ભારત પેટ્રોલિયમ પંપની સામેના સર્વિસ સેન્ટરમાં પાર્ક કરેલી ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી.ફાયર વિભાગના જવાનોએ સમયસર કામગીરી હાથ ધરી આગને વધુ વિકરાળ બનતી અટકાવી હતી. સાથે જ આગ ડીઝલ ટેન્ક સુધી પહોંચે તે પહેલાં જ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.