નખત્રાણા: નખત્રાણા તાલુકામાં ૨૧ વન કવચમાં ૯૫ હજારથી વધુ રોપાઓનું વાવેતર, કૉંગ્રેસ કરશે કામગીરીની તપાસ
નખત્રાણા તાલુકામાં સામાજિક વનીકરણ રેન્જ વિસ્તારણ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન વન કવચ અંતર્ગત મોટા પાાચે વૃક્ષારોપણ હાથ ધરાયું છે. વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૨૧ વન કવચ હેઠળ અંદાજે ૭૯ હેક્ટર વિસ્તારમાં ૯૫,૩૪૯ રોપાઓનું વાવેતર કરાયું છે, જેના માટે સરકાર દ્વારા ૨.૫૦ કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે.