માંડવી: ડોણ ગામના અપહરણ અને પોક્સો કેસનો આરોપી ઘડુલીથી ઝડપાયો
Mandvi, Kutch | Oct 26, 2026 ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોણ ગામે અપહરણ અને પોક્સો સંબંધિત ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ગઢશીશા પોલીસે શોધી કાઢ્યો છે.પોલીસે કચ્છના ઘડુલી ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો.પકડાયેલ આરોપી ભરત ઉર્ફે નાનજી રમેશ પટ્ટણી (ઉં.વ. 21) છે.આરોપી ડોણ ગામ, તાલુકો માંડવી, કચ્છનો રહેવાસી છે.