ખંભાત: ખંભાતના વાસણા 18 વર્ષીય યુવતી ગુમ થતા પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી.
Khambhat, Anand | Sep 25, 2026 ખંભાતના વાસણા ગામ સ્થિત સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતી 18 વર્ષીય સ્મૃતિબેન ઉર્ફે ચકુ કાંતિભાઈ પરમાર ગત 22મી સપ્ટેમ્બરના રોજ તેમના ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા. આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેમણે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહોતો. આખરે, તેના ગુમ થયાની પિતાએ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જાણવાજોગ નોંધી તપાસ હાથ ધરી છે.