ખંભાત: ગુડેલ-તામસા-હસનપુરા સુવિધા પથ રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
Khambhat, Anand | Oct 13, 2026 તામસા ગામે સિકોતર માતા મંદિર ખાતે ગુડેલ-તામસા-હસનપુરા સુવિધા પથ રોડનું ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તામસા હસનપુરા ગામના આગેવાનો દ્વારા ધારાસભ્ય નુંસન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મંગળભાઈ સોલંકી, અમુલ ડેરી ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમાર, સહીત હોદેદારો, ગ્રામજનો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.