હાલોલ: હાલોલ કણજરી બાયપાસ પર અકસ્માતમાં શિક્ષિકાનું કરુણ મોત
હાલોલ કણજરી બાયપાસ રોડ પરથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કણજરી ચોકડી નજીક આજે ગુરુવારે સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સ્કૂટર પર સ્કૂલે જઈ રહેલાં એક મહિલા શિક્ષિકાનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.