જાંબુઘોડા: જાંબુઘોડા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ શ્રમદાન,જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો
'ગાંધી જયંતી' નિમિત્તે અને 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તા.2 ઓક્ટોબર શૂરવરના રોજ એક વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જાંબુઘોડા સ્થિત ઐતિહાસિક મંગલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે આ સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.