હાલોલ: હાલોલના ઢીકવા ગામના ડેમમાં ડૂબી જવાથી આધેડનું મોત, ફાયર બ્રિગેડે 17 ફૂટ ઊંડા પાણીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો
હાલોલના ઢીકવા ગામ પાસે આવેલા ડેમમાં તા.4 સપ્ટેમ્બર શુક્રવારના રોજ એક પુરુષ કોઈ અગમ્ય કારણોસર ડૂબી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે હાલોલ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે ભારે જહમત બાદ ઊંડા પાણીના તળિયેથી ડૂબનાર પુરુષનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.