દેત્રોજ રામપુરા: સેટેલાઈટ આશાવરી ટાવર સોસાયટીમાં ઘરઘાટીએ કરી ચોરી પોલીસે તપાસ હાથ ધરી
આજે શુક્રવારે બપોરે 4 વાગ્યાની આસપાસ સેટેલાઈટમાં આશાવરી ટાવર સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતી મહિલાઓએ કરી ચોરી મામલે ફરિયાદ નોંધાઇ છે.જેમાં એક લાખ રોકડા અને 5 લાખના દાગીનાની ચોરી કરી ઘરઘાટી ફરાર થઇ છે.શહેરમાં અલગ અલગ જગ્યા પર પીજી ચલાવતી મહિલાના ઘરમાં સમગ્ર બનાવ બનવા પામ્યો હતો.દક્ષકુમારી રોત અને નીલમ કલાસવા સામે ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.