હાલોલ: હાલોલમાં સાયબર ફ્રોડ,ગેમની લિંક ખોલતાં જ યુવકના બેંક ખાતામાંથી 95,000 ઉપડી ગયા, હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
હાલોલના કંજરી ગામે રહેતા એક યુવક સાથે ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ફેસબુક પર આવેલી ગેમની એક અજાણી લિંક ખોલ્યા બાદ યુવકનો મોબાઈલ ફોન હેક કરીને અજાણ્યા શખ્સોએ તેના બેંક ખાતામાંથી કુલ 95,000 ઉપાડી લીધા હતા. આ મામલે ભોગ બનનાર યુવકે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.ટી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.