જાંબુઘોડા: શ્રાવણના અંતિમ શનિવારે ઝંડ હનુમાન મંદિરે ભક્તોનું મહેરામણ,ભાજપ દ્વારા ફ્રૂટ અને ચાની સેવા પૂરી પાડવામાં આવી
જાંબુઘોડા અભયારણ્યમાં આવેલ અતિ પૌરાણિક અને શ્રદ્ધાધામ ઝંડ હનુમાનજી મંદિરે પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમટી પડેલા દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે જાંબુઘોડા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે ભાજપ દ્વારા વિવિધ પ્રકારના તાજા ફ્રૂટ તેમજ ગરમાગરમ ચાનું વિતરણ કરી સેવા પૂરી પાડવામાં આવી હતી.