હાલોલ: હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર ઇકો કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
હાલોલ નજીક આવેલા પાવાગઢ બાયપાસ રોડ પર આજે સોમવારે સવારે ઇકો કાર અને ઓટો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ત્રણેય યુવકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે તેઓને વડોદરા રીફર કરવામાં આવ્યા છે.