કચલધારા અને છાયણમાં GIDC જમીન સંપાદનની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત
દાહોદ જિલ્લામાં નવી ઔદ્યોગિક વસાહત સ્થાપવા માટે કચલધારા અને છાયણ ગામમાં જમીન સંપાદન અંગે ચાલી રહેલી પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણય બાદ GIDC પ્રક્રિયાનો વિરોધ કરી રહેલા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
GIDC વડોદરા પ્રાદેશિક મેનેજર દ્વારા દાહોદ કલેક્ટરને સત્તાવાર પત્ર પાઠવીને જમીન લેવાની કામગીરી સ્થગિત રાખવામાં આવી હોવાની જાણ કરવામાં આવી છે. વડી કચેરીના સક્ષમ સત્તાધિકારી પાસેથી મળેલી સૂચના અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
કચલધારા ગામના સર્વે નંબર 32 અને છાયણ ગામના સર્વે નંબર 38/4માં ઔદ્યોગિક વસાહત માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, જનરલ મેનેજર જમીન-આયોજનની સૂચના બાદ સમગ્ર પ્રક્રિયા હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે.
GIDCના વિરોધમાં ગ્રામજનો દ્વારા અનેક વખત ગ્રામસભા યોજીને વિરોધ નોંધાવવામાં આવ્યો �