ઝાલોદમાં તસ્કરોનો ફરી આતંક, સાંઈધામ સોસાયટીમાં બાઈકના લોક તોડવાનો પ્રયાસ
ઝાલોદની સાંઈધામ સોસાયટીમાં મોડી રાત્રે અથવા વહેલી સવારે તસ્કરોની ચહલપહલ જોવા મળતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ, તસ્કરોએ સોસાયટી વિસ્તારમાં બાઈકોના લોક તોડવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાન સ્થાનિક લોકો જાગી જતા તસ્કરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. સવારે આશરે પાંચ વાગ્યાના સમયે ખેતરના રસ્તે ભાગતા શંકાસ્પદ લોકો ડુંગળી ફળિયા વિસ્તારના એક મકાનના CCTV કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વનું છે કે આશરે બે મહિના અગાઉ પણ આ જ સોસાયટીના ત્રણ મકાનોમાંથી અંદાજે બે લાખ રૂપિયાની મત્તા તેમજ એક બાઈકની ચોરી થઈ હતી. આ જૂની ચોરીનો હજુ સુધી ભેદ ઉકેલાયો ન હોવાના અહેવાલ વચ્ચે તસ્કરોની ફરી સક્રિયતાથી સ્થાનિકોમાં ચિંતા વધી છે.
સોસાયટી વિસ્તારમાં તસ્કરોની અવરજવર સામે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી ચોરીના બનાવો પર અંકુશ લાવવામાં આવે તેવી સ્થાનિકો �