જેતપુર ગામમાં પૂરતા વીજ પુરવઠાની માંગ સાથે રજૂઆત કરાઈ
ઝાલોદ તાલુકાના જેતપુર ગામના ગ્રામજનો લાંબા સમયથી વીજ પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના નેતા અનિલભાઈ ગરાસિયાની હાજરીમાં વીજ વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી હતી.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, વીજળીની સમસ્યાને લઈને અગાઉ પણ MGVCL કચેરીમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું ન હતું. જેને લઈને વીજધારકોમાં નારાજગી જોવા મળી હતી.
રજૂઆત દરમિયાન વીજ વિભાગના અધિકારીઓ દ્વારા સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. તેમજ આગામી 15 દિવસમાં નવું ટ્રાન્સફોર્મર એટલે કે TC નાખીને વીજ પુરવઠાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું હતું.
જો નિર્ધારિત સમયમર્યાદામાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો સાથે મળીને ધરણાં સહિતના કાર્યક્રમો કરવાની ચીમકી પણ આપવામાં આવ