લીલવા દેવા ગ્રામ પંચાયત સામેના આક્ષેપો તપાસમાં પાયાવિહોણા સાબિત
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના લીલવા દેવા ગામે ગ્રામ પંચાયતની વિકાસલક્ષી અને વહીવટી કામગીરી સામે કરવામાં આવેલા આક્ષેપોની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી.
આ મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળ તપાસ સાથે સંબંધિત દસ્તાવેજો અને પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી કામગીરી નિયમોનુસાર અને પારદર્શક હોવાનું સામે આવ્યું હોવાનું જણાવાયું છે.
તપાસના આધારે ગ્રામ પંચાયત સામે કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ગામના વિકાસ કાર્યોમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા જોવા મળી ન હોવાનું જણાવાયું છે.
સાથે જ તંત્ર દ્વારા ગ્રામજનોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને હકીકત આધારિત માહિતી પર વિશ્વાસ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.