દાહોદ જિલ્લાના EMRS, GLRS, મોડેલ અને આદર્શ નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓની IIT ગાંધીનગર ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં પ્રેરણા મળે તેવા ઉદ્દેશ્યથી આ મુલાકાત કરાવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના શૈક્ષણિક વાતાવરણથી પરિચિત થવાની તક મળી હતી.
આ પ્રકારની શૈક્ષણિક મુલાકાતથી વિદ્યાર્થીઓમાં ઉચ્ચ અભ્યાસ પ્રત્યે રસ વધે અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે નવી દિશા અને પ્રેરણા મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.