ગરબાડા CHC ખાતે પોષણ માસ નિમિત્તે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
ગરબાડા CHC ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત “આપણી આંગણવાડી, આપણી જવાબદારી” વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો. સુધીર જોશીએ પોષણ, આંગણવાડીની કામગીરી તેમજ બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓના આરોગ્ય અને પોષણ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં CHCના મેડિકલ ઓફિસર, ડેન્ટલ સર્જન, હોમિયોપેથીક તબીબ સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. દરમિયાન પોષણ અંગે જાગૃતિ વધારવા તેમજ આંગણવાડી દ્વારા આપવામાં આવતી સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે સહભાગી થવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અંતે ઉપસ્થિત સૌએ પોષણ જાગૃતિ વધારવા અને આંગણવાડીની સેવાઓને વધુ અસરકારક બનાવવામાં સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.