સુખસર પોલીસની કામગીરી: 10 ખોવાયેલા મોબાઇલ ફોન શોધી અરજદારોને પરત અપાયા
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સુખસર પોલીસે CEIR પોર્ટલ અને ટેકનિકલ સોર્સની મદદથી ચોરી થયેલા, ખોવાયેલા અથવા ગુમ થયેલા 10 મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને પરત સોંપ્યા છે.
મળતી માહિતી મુજબ, શોધી કાઢવામાં આવેલા 10 મોબાઇલ ફોનની કુલ કિંમત અંદાજે 1 લાખ 58 હજાર 994 રૂપિયા છે. ટેકનિકલ ટીમની કામગીરીના આધારે મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા બાદ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સુખસર પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમનો ભોગ બનેલા નાગરિકોને પણ રાહત અપાવવામાં આવી છે. સાઇબર ક્રાઇમ સંબંધિત ફરિયાદોમાં જરૂરી દસ્તાવેજી કાર્યવાહી અને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી કુલ 66 હજાર 728 રૂપિયાની રકમ ભોગ બનનાર નાગરિકોને પરત અપાવવામાં આવી છે.
પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારના સાઇબર ફ્રોડનો ભોગ બને તો સમય ગુમાવ્યા વિના સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ �