લખપત: સાતમ-આઠમના તહેવારે લખપતના ગામો જીવંત બન્યા: બહાર વસતા ૩ હજારથી વધુ પાટીદાર પરિવારો વતને પરત ફરતાં શેરીઓમાં રોનક છવાઈ
Lakhpat, Kutch | Sep 6, 2026 કચ્છના સરહદી લખપત તાલુકાના ગામોમાં સાતમ-આઠમના તહેવાર નિમિત્તે અનોખી રોનક જોવા મળી રહી છે. ધંધાર્થે મુંબઈ, પુના, કોલ્હાપુર, નડિયાદ અને દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયેલા પાટીદાર સમાજના ત્રણ હજારથી વધુ પરિવારો વતને પરત ફરતાં સૂમસામ બનેલાં ગામડાંઓ ફરી ધમધમી ઊઠ્યાં છે. દયાપર, વિરાણી, ઘડુલી, સિયોત, માતાના મઢ અને ધારેશી સહિતના વિસ્તારોમાં દિવસ-રાત ઢોલ-શરણાઈના તાલે દાંડિયારાસ અને મટકીફોડના કાર્યક્રમો ધામધૂમથી યોજાઈ રહ્યા છે.