સુરતમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અચોક્કસ મુદતની હ*ડતાળ પર ઉતર્યા છે. સરકાર સમક્ષ 14 જેટલી વિવિધ માંગણીઓ રજૂ કરવા છતાં કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતા હ*ડતાળનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત જિલ્લા રેવન્યુ એસોસિએશનના આશરે 450થી 500 કર્મચારીઓ હ*ડતાળમાં જોડાયા છે. મહેસૂલી તલાટીઓના જોબ ચાર્ટની વિસંગતતા સહિતના વિવિધ પ્રશ્નોને લઈને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહેસૂલ ક્લાર્ક અને તલાટીઓની જિલ્લા ફેરબદલી બાદ વતનથી દૂર મુકવામાં આવતા કર્મચારીઓને મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે. ઓટીપી બેઝ્ડ પોર્ટલની કામગીરીના કારણે કર્મચારીઓ સતત માનસિક દબાણ હેઠળ કામ કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ છે. કર્મચારીઓની તમામ માંગણીઓનું વહેલી તકે નિરાકરણ લાવવા સરકાર સમક્ષ ઉગ્ર અપીલ કરવામાં આવી છે.
सूरत में राजस्व विभाग के अधिकारी और कर्मचारी अनिश्चितकालीन ह*ड़ताल पर उतर गए हैं। सरकार के सामने करीब 14 अलग-अलग मांगें रखने के बावजूद कोई ठ
Udhna, Surat | Oct 7, 2026