સુરત એરપોર્ટ પર પાર્કિંગ મુદ્દે મોટો વિવાદ સામે આવ્યો છે. પાર્કિંગ ફી અને એક્સ્ટ્રા ચાર્જને લઈને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોનો આક્ષેપ છે કે નિયત ₹30 ફી બાદ એક્ઝિટ સમયે ફરી ₹30 વસૂલવામાં આવે છે. માત્ર બે બૂથ ખુલ્લા રાખવામાં આવતા લાંબી કતારો લાગતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. વિલંબ થવાના કારણે ₹80થી ₹120 સુધીનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવતો હોવાનો આક્ષેપ છે. સાથે જ ખાનગી કારો સાથે સેટિંગ કરી ₹80માં ફિક્સ પાર્કિંગ આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. પાર્કિંગ મુદ્દે વાહનચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર મામલાનો વીડિયો સુરતના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાર્કિંગ વ્યવસ્થા સામે તંત્રની કામગીરીને લઈને પણ સવાલો ઉઠ્યા છે.
सूरत एयरपोर्ट पर पार्किंग को लेकर बड़ा विवाद सामने आया है। पार्किंग फीस और एक्स्ट्रा चार्ज को लेकर वाहन चालकों में नाराजगी देखने को मिल रही है। वाहन
Udhna, Surat | Oct 7, 2026