સુરતઃ ડુમસ પોલીસે નવરાત્રીમાં માનવતાની અનોખી પહેલ કરી. ડુમસ પોલીસે વૃદ્ધાશ્રમના વડીલોને ડુમસ બીચ પર ફેરવી નવરાત્રીની ખુશીઓ અપાવી હતી. વડીલો સાથે ગરબે ઘૂમી પોલીસે તેમની સાથે તહેવારની ખુશીઓ વહેંચી હતી. વરદીની ફરજ સાથે માનવતાની ફરજ પણ નિભાવતા ડુમસ પોલીસે વડીલો માટે ગરબા બાદ પ્રેમથી ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. માતાજીના પાવન પર્વમાં વડીલોના ચહેરા પર ખુશી અને સ્મિત જોવા મળ્યું હતું. ડુમસ પોલીસની આ માનવતાભરી પહેલની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. ફરજની સાથે સમાજના વડીલો સાથે તહેવારની ખુશીઓ વહેંચવાની આ પહેલ ખરેખર કાબિલેદાદ બની રહી છે.
सूरतः डुमस पुलिस ने नवरात्रि में मानवता की अनोखी मिसाल पेश की। डुमस पुलिस ने वृद्धाश्रम के बुजुर्गों को डुमस बीच घुमाया और उनके साथ नवरात्रि की खुशियां साझा कीं। पुलिसकर्मियों ने बुजुर्गों के साथ गरबा खेलकर त्योहार की खुशियों में उन्हें भी शामिल किया। वर्दी की ड्यूटी के साथ मानवता की जिम्मेदारी निभाते �
Udhna, Surat | Oct 7, 2026