કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના કાર્યકાળ અને દેશના વિકાસને લઈને નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે એક સમય દેશની સ્થિતિ અને નેતૃત્વ નબળું હતું અને દેશ દિશાહીન થઈ ગયો હતો. ત્યારે નરેન્દ્ર મોદીના રૂપમાં આશાનું કિરણ જોવા મળ્યું અને ગુજરાત તથા દેશને મજબૂત નેતૃત્વ મળ્યું. તેમના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદીએ લોકોની અપેક્ષા કરતાં વધુ કામ કરી સર્વાંગી વિકાસની વ્યાખ્યા દેશ સમક્ષ મૂકી છે. યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત દરેક વર્ગ માટે વિવિધ યોજનાઓ બનાવી લોકોને આર્થિક રીતે પગભર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. સી.આર. પાટીલે વધુમાં કહ્યું કે આજે વિશ્વમાં ભારતનું સ્થાન મજબૂત બન્યું છે અને દેશને સર્વોચ્ચ શિખર તરફ લઈ જવા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
केंद्रीय कैबिनेट जलशक्ति मंत्री सी.आर. पाटील ने प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व और देश के विकास को लेकर बयान दिया। उन्होंने कहा कि �
Udhna, Surat | Oct 7, 2026