Surat Crime: લસકાણામાં ડુપ્લીકેટ સાબુનું ગોડાઉન ઝડપાયું! 2,000 બોક્સ જપ્ત, ₹2 લાખથી વધુનો મુદ્દામાલ
લસકાણા વિસ્તારમાં ડુપ્લીકેટ સાબુના જથ્થા સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગઢપુર સ્થિત સહજાનંદ હબની ઓફિસના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડી મોટી માત્રામાં સાબુનો જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, ગોડાઉનમાંથી આશરે 2 હજાર બોક્સ સાબુ જપ્ત કરવામાં આવ્યા છે. ‘ઘર શોપ આયુર્વેદા’ અને ‘સાયન્સ મેજિક શોપ’ના નામે ડુપ્લીકેટ સાબુનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
લસકાણા પોલીસે ચિરાગ રંગાણી અને વિપુલ રાદડિયાની અટકાયત કરી હોવાનું જણાવાયું છે. સમગ્ર કાર્યવાહીમાં ₹2 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બજારમાં ડુપ્લીકેટ સાબુના વેચાણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ જથ્થો ક્યાંથી આવ્યો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
#SuratBreaking #SuratNews #Laskana #DuplicateSoap #FakeProducts #SuratPolice #CrimeNews #GujaratNews #BreakingNews #SuratCrime #સુરતબ્રેકિંગ #લસકાણા #ડુપ્લીકેટસાબુ
surat breaking, surat news, laskana surat, duplicate soap surat, fake soap warehouse, duplicate soap warehouse, surat police raid, laskana police, fake products surat, duplicate products surat, 2000 soap boxes, surat crime news, Gujarat breaking news, surat latest news, ghar shop ayurveda, science magic shop, સહજાનંદ હબ, સુરત લસકાણા, ડુપ્લીકેટ સાબુ, ડુપ્લીકેટ માલ, સુરત પોલીસ, લસકાણા પોલીસ, 2000 બોક્સ સાબુ
Udhna, Surat | Oct 7, 2026