નખત્રાણા: નખત્રાણા તાલુકાના ખેડૂતો વીજકાપ મુદ્દે આકરા પાણીએ: PGVCL કચેરીએ ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો
નખત્રાણા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજપુરવઠાની અનિયમિતતાથી ત્રાસેલા ખેડૂતો દ્વારા આક્રમક પગલું ભરવામાં આવ્યું છે. વિથોણ અને થરાવડા ફીડર હેઠળ આવતા ગામોના ખેડૂતોએ વીજકાપના મુદ્દે નખત્રાણા PGVCL કચેરી ખાતે પહોંચીને ધરણાં પ્રદર્શન કર્યું હતું