લખપત: લખપતમાં દુષ્કાળના ડાકલા વચ્ચે ૭૦૦થી વધુ પશુધન સાથે માલધારીઓની હિજરત: અબોલ જીવોને બચાવવા સરકાર સમક્ષ ઘાસ-પાણીની ધા નાખી
Lakhpat, Kutch | Sep 8, 2026 કચ્છના છેવાડાના લખપત પંથકમાં ચાલુ મોસમમાં પૂરતો વરસાદ ન વરસતાં દુષ્કાળ જેવી ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. પાણી અને ઘાસચારાની ભારે અછત વચ્ચે પોતાના વ્હાલસોયા અબોલ પશુઓને મોતના મુખમાંથી ઉગારવા માટે માલધારીઓએ ઢોરઢાંખર સાથે હિજરત શરૂ કરી દીધી છે. લખપત તાલુકાના આશરે પચીસ જેટલા ગામોમાંથી માલધારી પરિવારો હિજરત કરવા મજબૂર બન્યા છે