હાલોલ: પાવાગઢ ખાતે નવરાત્રીના પાવન પર્વ જવારા અને ગરબા સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યા માતાજીના દર્શન
પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રી ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીના નોરતા દરમિયાન નવ દિવસ સુધી સ્થાપિત કરવામાં આવેલા પવિત્ર જવારા અને માતાજીના ગરબા લઈને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મહાકાળી માતાજીના દર્શનાર્થે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા.