દેત્રોજ રામપુરા: નકલી પોલીસ બની તોડ કરનાર ઝડપાયો
સાબરમતી રિવરફ્રન્ટ પર કપલ્સના ફોટા અને વીડિયો ઉતારી નકલી પોલીસ બનીને તોડબાજી કરતા એક શખસને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યો છે. ગત ૨૪ મેના રોજ એક યુગલને ડરાવીને ઓનલાઈન દસ હજાર રૂપિયા પડાવ્યાની ફરિયાદના આધારે પોલીસે ટ્રેપ ગોઠવી આ ગુનેગારને પુરાવા સાથે સકંજામાં લીધો છે.