સિહોર: સિહોરના ધ્રુપકા ગામે વાડીના રસ્તા બાબતે બે ભાઈઓનો ખેડૂત પર હુમલો, સળિયો મારી હાથ ભાંગ્યો, બંને સામે ગુનો નોંધાયો
સિહોર તાલુકાના ધ્રૂપકા ગામે વાડીના શેઢા પર ચાલવાના રસ્તા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું.વાડી વિસ્તારમાં જમીન ધરાવતા અજયભાઈ બટુકભાઈ મકવાણા (ઉ.વ. 34) સાંજના સમયે પોતાની વાડીએ ઢોરને નીરણ કરવા ગયા હતા. ત્યારે તેમની વાડીના શેઢે ચાલવાના રસ્તા પર પડોશી વાડીવાળા ગીધા રામાભાઈ બારૈયાએ અરણીઅનેબાવળ નાંખી રસ્તો બંધ કરી દીધો હતોખિજાઈને ગાળો આપી ઝઘડો કર્યો હતો અને તેના સગા ભાઈ રમેશ રામાભાઈ બારૈયાને બોલાવી લાવ્યો હતો. બંનેએ મળી મારમારેલ