હાલોલ: શ્રાવણના અંતિમ સોમવારે હાલોલ પંથકના શિવમંદિરોમાં શિવભક્તિનો અદભુત માહોલ,ભક્તોનું મહેરામણ ઉમટ્યું
પવિત્ર શ્રાવણ મહિનાના ચોથા અને અંતિમ સોમવાર નિમિત્તે હાલોલ શહેર સહિત સમગ્ર પંથકના શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓનું ભારે મહેરામણ ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ «હર હર મહાદેવ» અને «ઓમ નમઃ શિવાય»ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.