શહેરા: શહેરા વન વિભાગે મીઠાલી ગામ પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલ ટેમ્પો ઝડપી પાડી રૂ.2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
શહેરા પરીક્ષેત્ર વન અધિકારી વી.જી.ગઢવીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ખાંડીયા રાઉન્ડ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો,તે દરમિયાન તેઓને મળેલ ખાનગી બાતમીના આધારે મીઠાલી ગામે વોચ ગોઠવી નાકાબંધી કરતા ત્યાંથી પસાર થતાં એક ટેમ્પોને ઉભો રાખી તપાસ કરતા તેમાં અનામત ખેરના લીલા તાજા કાપેલા ટુકડા તથા પચરાઉ લાકડા ભરેલા હોવાનું જણાઈ આવ્યું હતું,જેને લઈ ચાલક પાસે પાસ પરમીટ માંગતા તેણે કોઈ પાસ પરમીટ રજૂ નહીં કરતા વનવિભાગે અંદાજે રૂ.2,70,000/- મુદ્દામાલ કબ્જે લીધો હતો.