હાલોલ: ચાંપાનેર પ્રાથમિક શાળાના શિક્ષક કિરીટભાઈ વરિયાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત, ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું
હાલોલ તાલુકાની ચાંપાનેર (પાવાગઢ) પ્રાથમિક શાળાના શિક્ષક કિરીટભાઈ વરિયાને શિક્ષણ ક્ષેત્રે આપેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તાલુકા કક્ષાના “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને તેમણે ચાંપાનેર પ્રાથમિક શાળા તેમજ સમગ્ર ચાંપાનેર ગામનું નામ રોશન કર્યું છે.