લખપત: દયાપરમાં મેઘરાજાને રીઝવવા જીવદયા મિત્ર મંડળ અને વેપારીઓ દ્વારા શ્રાવણ માસમાં કરાયો વિશેષ રુદ્રાભિષેક
Lakhpat, Kutch | Sep 9, 2026 કચ્છના દયાપરમાં વરસાદ ખેંચાતા મેઘરાજાને રીઝવવા માટે અનોખી આસ્થા જોવા મળી રહી છે. દયાપર જીવદયા મિત્ર મંડળ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ખાસ ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચારેય સોમવારે વિધિવિધાન સાથે દેવાધિદેવ મહાદેવને રુદ્રાભિષેક અર્પણ કરાયો હતો.