સિહોર: રાજપરા ગામે બીડી પીવા બાબતે થયેલી બોલાચાલીમાં યુવક પર છરી વડે હુમલો. પોલીસ ફરિયાદ દાખલ
રાજપરા (ખોડ) ગામે બીડી પીવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં એક યુવક પર છરી વડે હુમલો કરાયાની ઘટના સામે આવી છે. બનાવમાં યુવકને હાથ સહિતના શરીરના ભાગે ઈજાઓ પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સિહોર 17 વર્ષીય હિરેનભાઈ એ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.