હાલોલ: હાલોલ ખાતે ‘સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘લોકલ ફોર વોકલ’ના આહ્વાનને સાર્થક કરવાના ભગીરથ હેતુથી હાલોલ નગરપાલિકા દ્વારા એક સુંદર અને વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે. સ્થાનિક વેપારીઓ તથા કારીગરોને આર્થિક મજબૂતી પૂરી પાડવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે હાલોલના અયોધ્યાપુરી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન આજે શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે.