સિહોર: સિહોર નગરપાલિકાની 17મીની જનરલ સભા રદ કરવા રજૂઆત. અપક્ષ કોર્પોરેટર દ્વારા
સિહોર નગરપાલિકાની આગામી તા. 17-10 ના રોજ મળનારી જનરલ સભાને માત્ર 3 દિવસ બાકી હોવા છતાં સભાસદોને પ્રોસેડીંગની નકલો આપવામાં ન આવતા વિવાદ છંછેડાયો છે.નિયમ મુજબ 7 દિવસ અગાઉ નકલો આપવાની હોય છે. મુદ્દા નં. 2 માં દર્શાવેલ તા.27-4, 25-5, 28-6, 21-8 અને 3-10 ની કારોબારીની સૂચિત કાર્યવાહીની નકલો ન અપાતા વોર્ડ નં.5 ના અપક્ષ સભાસદ દિપસંગભાઈ રાઠોડે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી