લખપત: દયાપરમાં સરકારી કોલેજના મકાન નિર્માણ પર વન વિભાગનું ગ્રહણ: ખાતમુહૂર્તના વર્ષો બાદ પણ વિદ્યાર્થીઓ સુવિધાથી વંચિત
Lakhpat, Kutch | Nov 5, 2026 વિકાસશીલ લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં મહારાવ લખપતજી સરકારી કોલેજના નવા ભવનનું નિર્માણ કાર્ય વન વિભાગના વાંધાને કારણે છેલ્લા લાંબા સમયથી અટવાયું છે. વર્ષ ૨૦૧૯માં ફાળવાયેલી જમીન પર નવ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ ભવનનું ઓગસ્ટ ૨૦૨૩માં ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.