નખત્રાણા: દેશલપરથી હાજીપીર દરગાહ સુધીના આરસીસી રોડનું કામ નિર્ધારિત સમય કરતાં વહેલું પૂર્ણ, ધારાસભ્યોએ લીધી મુલાકાત
દેશલપર ફાટકથી હાજીપીર દરગાહ સુધી 96.50 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આરસીસી રોડનું કામ પૂર્ણતાના આરે પહોંચ્યું છે. આરએનબી વિભાગ અને સરસ્વતી કન્સ્ટ્રક્શન દ્વારા માત્ર 9 મહિનામાં જ આ માર્ગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.