સિહોર: સોનગઢ પોલીસની સરાહનીય કામગીરી: પરિવારથી વિખૂટા પડેલા બાળકને માતા-પિતા સાથે મિલન કરાવ્યું
સોનગઢ પોલીસની સરાહનીય કામગીરી: પરિવારથી વિખૂટા પડેલા બાળકને માતા-પિતા સાથે મિલન કરાવ્યું.સોનગઢના ગુરૂ કુળ સ્કૂલ પાસે ભટકતા મળી આવેલા બાળકને સોનગઢ પોલીસે સુરક્ષિત રીતે શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું. બાળક પોતાના ઘરેથી નીકળી રસ્તો ભટકી ગયો હતો. સોનગઢ પોલીસની ટીમે તપાસ હાથ ધરી બાળકના વાલીનો સંપર્ક સાધી તેને પરિવારને સોંપ્યો હતો.