દાહોદ DRDA દ્વારા તાલુકાકક્ષાની કામગીરીની સમીક્ષા
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એટલે કે DRDAના નિયામકની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ તાલુકાના APO તેમજ તાલુકા કક્ષાના સ્ટાફની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન વિવિધ તાલુકાઓમાં ચાલી રહેલી કામગીરી, યોજનાઓની પ્રગતિ તેમજ બાકી રહેલી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરીમાં જરૂરી સુધારા સાથે સરકારી યોજનાઓના અમલીકરણમાં ઝડપ લાવવા અને બાકી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલુકા કક્ષાના સ્ટાફ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સંકલન સાથે કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.