હાલોલ: હૉંગકૉંગમાં ગોલ્ડ મેડલ જીતનાર હાલોલની બે દીકરીઓનું આદિવાસી યુવા સંગઠન દ્વારા ભવ્ય સન્માન કરાયું
હૉંગકૉંગ ખાતે યોજાયેલી 'સ્પેશિયલ ઓલિમ્પિક્સ ઈસ્ટ એશિયા રીજનલ બોલિંગ કોમ્પિટિશન 2026'માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી વિજેતા બનેલી હાલોલ તાલુકાની બે રમતવીરોનું આદિવાસી યુવા સંગઠન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ જેપુરા ગામની છાયલ પરમાર અને વાંઝિયા આંબા ગામની જ્યોતિકા રાઠવાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ શાનદાર પ્રદર્શન કરીને સમગ્ર દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.