દેત્રોજ રામપુરા: દાણાપીઠ કચેરીમાં એજન્ટો દ્વારા હુમલો , પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદના દાણાપીઠ સ્થિત AMCની મુખ્ય કચેરી કમ્પાઉન્ડમાં એજન્ટ તરીકે કામ કરતા પિતા-પુત્રએ અન્ય એજન્ટ પાસે કામ કરવા બદલ ખર્ચા પેટે રૂપિયાની માંગણી કરી હુમલો કર્યો હતો. રૂપિયા આપવાની ના પાડતાં તેમણે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ઈજાગ્રસ્ત એજન્ટે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.