હાલોલ: હાલોલ-વડોદરા હાઈવે પર રામપુરા નજીક ગમખ્વાર અકસ્માત, જીતપુરાના યુવકનું કરૂણ મોત
હાલોલ-વડોદરા હાઈવે પર આવેલ રામપુરા ગામ નજીક સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જીતપુરા ગામના 35 વર્ષીય યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. આ બનાવથી મૃતકના પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.