હાલોલ: દશેરાના પાવન પર્વને લઈને શ્રી સમસ્ત ક્ષત્રિય સમાજ હાલોલ દ્વારા કંજરી શ્રીરામજી મંદિર ખાતે મહાશસ્ત્ર પૂજન અને શોભાયાત્રા
આજ રોજ હાલોલ શહેર સહિત તાલુકા પંથકમાં ભારે ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દશેરાના પાવન પર્વને અનુલક્ષીને દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી ક્ષત્રિય સમાજ હાલોલ દ્વારા આજે મંગળવારે સવારે કંજરીના શ્રી રામજી મંદિર ખાતે સવારે મહાશસ્ત્ર પૂજન અને બપોરના સમયગાળા દરમિયાન શહેરના રાજમાર્ગો પર વિશાળ વાહનો સાથે શોભાયાત્રા મહારેલીનું આયોજન કરાયું હતું.