હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે આઠમનો હોમ હવન યોજાયો,ભક્તોએ આઠમ ના હવન ના દર્શન નો લાભ લીધો
યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બીરાજતા જગતજનની માં કાલિકાના દર્શન કરવા આજે સોમવારે એક લાખ જેટલા માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણ માં શીશ નમાવી ધન્યતા અનુભવાતી હતી.પાવાગઢ મંદિર ખાતે વર્ષોની પરંપરાગત મુજબ આજે આસો નવરાત્રી ના આઠમ નો હવન મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિવત વૈદિક મંત્રોચાર સાથે સવારે આરંભ કરવામાં આવ્યો હતો